સેકસમાં અપનાવો વૈવિધ્યતા અને કંઇક નવા પણું - એક અહેવાલ
============
પતિ-પત્ની સેકસના આનંદ દરમ્યાન એક જ વાત થી કોઇક વાર અલગ લાગણીનો અહેસાસ અનુભવતા હોય છે કે હું સેકસમાં નોર્મલ છું આ અંગે અલગવિધ મતો જણાવે છે.સેકસનિષ્ણાતો જણાવે છે કે 'સેક્સ'ની બાબતમાં સ્ત્રી અને પુરુષ બંનેને સૌથી સતાવતો પ્રશ્ન એ હોય છે કે શું હું 'સેક્સ'માં 'નોર્મલ' છું? મને તેનાથી સેક્સની પરિતૃપ્તિ કેમ નથી થતી? મને સેક્સ ઉત્તેજનાની ચરમસીમા(ઓર્ગેઝમ) કેમ અનુભવાતી નથી? આવા અનેક પ્રશ્નો યુગલો સેક્સનિષ્ણાતોને પૂછતાં હોય છે પરંતુ સૌથી સામાન્ય પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે 'સેક્સ'માં હું 'નોર્મલ' છું? અર્થાત મારું 'સેક્સસ્યુઅલ બિહેવિયર' સામાન્ય છે? એક્સ્પર્ટ ટ્રેસી કોક્ષ આ પ્રશ્નનો સીધોસટ જવાબ એ આપે છે કે 'સેક્સ'માં કશું નોર્મલ કે સામાન્ય જેવું હોતું નથી. 'સેક્સ'માં બધું અસામાન્ય છે.
ઉલ્લેખનીય છે કે સેકસનિષ્ણાતો કહે છે કે સ્વસ્થ અને સંતોષકારક 'સેક્સ' માટે 'સામાન્ય'ને ભૂલી જાવ. 'સેક્સ'માં હંમેશાં કંઇ અસામાન્ય કરો. 'સેક્સ'માં કંઇક નવું, કંઇક અનોખું અજમાવો. 'સેક્સ'માં હું 'સામાન્ય' છે કે નહીં તેવો પ્રશ્ન ઉદ્ભવવાનું મુખ્ય કારણ એ છે કે લોકો 'સેક્સ' અંગેની ભ્રામક માન્યતા અને ધારણાઓમાં વધુ વિશ્વાસ કરે છે. લોકોએ સમજવું જોઇએ કે 'સેક્સ' અંગેની માન્યતા અને ધારણા તેમની 'સેક્સ'લાઇફને લાગુ પડતી નથી.
વધુમાં સેક્સ સરવેમાં લોકો જે કંઇ કહે છે અને લોકો જે કંઇ કરે છે તે બંને અલગ બાબત હોય છે, તેના બદલે એક એવું ધ્યેય રાખો કે સ્વસ્થ અને સંતોષકારક સેક્સલાઇફ માટે કંઇ પણ 'વિચિત્ર' કે 'વિકૃત' હોતું નથી, જો તમે બંને પાર્ટનર્સ પારસ્પારિક રીતે સંમત હો તો 'સેક્સ'માં કોઇ 'વિકૃતિ' હોતી નથી જે વ્યવહારુ અને વાજબી હોય તેવા પ્રયોગો કરવામાં કંઇ ખોટુ નથી, આમ 'સેક્સ'ની બાબતમાં બીજા શું કરે છે કે વિચારે છે તેના બદલે તમારે શું નવું કરવું છે તે વિચારો અને પછી જુઓ કે તમારી સેક્સલાઇફ કેટલી સ્વસ્થ અને સંતોષકારક બને છે.
No comments:
Post a Comment