Monday, 3 February 2014

ચુંબન દ્વારા વ્યક્તિ એકબીજાનો ટેસ્ટ કે રુચિ, સુગંધ, અવાજ તેમજ સ્પર્શના સંકેતોની આપ-લે કરી શકે છે જે વ્યક્તિ એકબીજાને કેટલી ચાહે છે અને કેટલો પ્રેમ કરે છે તેના સંકેતો આપે છે, જો સંતોષ ન થાય તો વ્યક્તિની લાગણી અને પ્રેમ માપવા તમે ફરી તેને ચુંબન કરી શકો છો અને તેમાં તમારા જીવનસાથીની શોધ કરી શકો છો.મહિલાઓ પુરુષ જીવનસાથીને જુદા પ્રકારના સંસર્ગથી પારખવાનો પ્રયાસ કરે છે જેમાં સ્ત્રીનું અર્ધજાગ્રત મન ચુંબન દ્વારા તેની સુગંધ કે ગંધને પારખીને લાઈફપાર્ટનર શોધવા પ્રયાસો કરે છે. સ્પર્શ દરમિયાન જો સ્ત્રી અને પુરુષ બંનેના ડીએનએ મળતાં ન હોય તો મગજ તરત નકારાત્મક સંકેત આપે છે. ક્યારેક કેટલાક મહિનાઓ કે કેટલાક સમય પછી કોઈ વ્યક્તિને અન્ય વ્યક્તિ પ્રત્યે નફરત કે અવગણના થવા લાગે છે તે સ્પર્શના આ વિજ્ઞાનનું જ કારણ હોય છે. તમને જો ચુંબન દરમિયાન નકારાત્મક સંકેતો મળે તો આવી વ્યક્તિથી તમે ઉબાઈ જાઓ છો.

અમેરિકામાં 1000 કોલેજ સ્ટુડન્ટ્સ પર આ અંગે સરવે કરવામાં આવ્યો હતો જેમાં 59 ટકા પુરુષોએ અને 66 ટકા સ્ત્રીઓએ એવું જણાવ્યું હતું કે પહેલું જ ચુંબન કરતાં તેઓ સામેની વ્યક્તિ પ્રત્યે આકર્ષાતી નથી, આમ પહેલું ચુંબન કરવાથી જ ખ્યાલ આવી જાય છે કે વ્યક્તિ સાથેનો સંબંધ આગળ વધી શકશે કે નહીં, જો વ્યક્તિની ચુંબન મિરરસ્ટાઇલ હોય તેને પરફેક્ટ મેચ ગણી શકાય છે. ચુંબન કરવાની સરળ પદ્ધતિ એ છે કે પહેલાં સાહજિકતાથી હળવું ચુંબન કરો અને પછી ધીમેધીમે હોઠ ભીંસીને ગાઢ ચુંબન કરો કે જેથી સ્પર્શનો મહત્તમ આનંદ લઈ શકાય.

No comments:

Post a Comment