Monday, 3 February 2014

કપલમાં સેકસનાં આનંદ માટે એકરૂપતા અનિવાર્ય : એક અહેવાલ
================
પતિ અને પત્ની નવપરણિત માત્ર લગ્નજીવનની શરૂઆતમાં જ નહીં પરંતુ કાયમ માટે સમગ્ર જિંદગી માટે પણ નવપરણિત રહી શકે છે.ઘણાં એવાં યુગલોની સામાન્ય ફરિયાદ રહેતી હોય છે કે દિવસભરનાં કામથી વ્યસ્ત રહ્યાં બાદ જયારે સહશયનનો આનંદ માણવાનાં મુડમાં પતિ કે પત્ની હોય ત્યારે બીજો સાથી થાકેલો હોવાથી સાથ પુરવતો નથી અથવા તો માત્ર તનથી સાથીને આનંદ આપવાનો માત્ર પ્રયત્ન કરે છે પરંતુ મનથી તે સાથી થાકેલો હોવાથી એકરૂપ થઇ શકતો નથી જેને લીધે લાંબાગાળે સેકસ સબંધિત સમસ્યાઓ સર્જાય છે. 

એક અહેવાલ અનુસાર એવાં ઘણાં કપલનો ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી પતિ અથવા પત્ની બેમાંથી એક વ્યકિત સતત પોતાનાં કામમાં દિવસભર વ્યસ્ત રહેવાથી રાત્રે પોતાના સાથીને સહશયનમાં પુરતો સાથ આપી શકતા નહોતા. જેનાં કારણે લાંબાગાળે સેકસ સબંધી સમસ્યાઓ સર્જાતી હતી અને ઘણાં કેસમાં તે સમસ્યા એટલી હદે જટિલ બનતી કે વાત પરિવાર સુધી પહોંચી જતી હતી.

પતિ અને પત્ની જ્યારે બેડરૂમમાં પોતાનાં સાથીનો સાથ માણવા માટે તૈયાર થાય છે તે માટે સૌપ્રથમ બંનેની અનુકુળતા હોવી સૌથી મહત્વની બાબત છે. કપલ જયારે પણ પોતાનાં સાથી ને તન અને મનથી એક થઇ સેકસ ભોગવવા તૈયાર થાય છે ત્યારે બંને પોતાની ચરમસીમાનો આનંદ મર્યાદિત સમય સુધી પ્રાપ્ત કરી શકે છે પણ તેની પુર્વશરત છે કે બંનેની મરજીથી એકરૂપ થવું

No comments:

Post a Comment